મુંદરાના વાંકીમાં પરિણિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત

copy image

મુંદરા : તાલુકાના વાંકી પતરીમાં 29 વર્ષિય પરિણિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ બનાવને પગલે મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. આ વિગતો મુજબ મુળ રાજકોટના જસદણના વતની અને હાલ મુંદરાના વાંકીમાં રહેતા હેતલ પ્રવિણભાઈ તલસાણીયા નામની પરિણિતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. અગમ્ય કારણોથી ભોગ બનનાર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આ દુનિયાને અલવીદા આપી . ભોગ બનનાર મૃતદેહને મુંદરા સીએચસીમાં લઈ જતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કર્યો તેમજ પોલીસમાં અપાયેલી કેફિયત મુજબ ભોગ બનનારના લગ્નને 5 વર્ષ થયા હતા. અને તેમની એક ત્રણ વર્ષિય પુત્રી પણ હોવાનું નોંધાવવામાં આવ્યું હતું. ત્યારે મહિલાએ આપઘાત કરી લેતા માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી હતી.
-ખાસ સૂત્રો અનુસાર