કચ્છના વાહન ચાલકો ડીજી લોકર એપના રજિસ્ટ્રેશનમાં પૂરા રાજ્યમાં દસમા ક્રમે
70000 લોકોએ ખોલાવ્યા એકાઉન્ટ : રાજ્યમાં કુલ 24.41 લાખ ઉપયોગ કર્તા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના આશયથી તૈયાર કરવામાં આવેલી ડીજી લોકરના રજિસ્ટ્રેશનમાં કચ્છ જિલ્લો આખા રાજ્યમાં દસમા નંબરે આવેલ છે. શાળા-કોલેજોના સર્ટીફીકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ જેવા મહત્વના કાગળો આ એપમાં સેવ થઇ જતા હોવાથી તેના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. કચ્છમાંથી 70 હજાર લોકોએ આ એપમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ડીજી લોકરમાં જુદા જુદા પ્રમાણપત્રો, માર્કશીટ, લાઇસન્સ સહિતના 414 પ્રકારના ડોક્યુમેન્ટ ઓનલાઇન સાચવી શકાય છે. જરૂર પડયે ઇમેલના માધ્યમથી અથવા વ્હોટસએપથી સબમીટ કરી શકાય તેવી સગવડ પણ ઉપલબ્ધ છે.આખા રાજ્યમાં 24.41 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે કચ્છ દસમા નંબરે છે. ડીજી લોકર ડેશબોર્ડના રિપોર્ટ મુજબ કચ્છમાં 70 હજાર જેટલા લોકોએ પોતાના એકાઉન્ટ ખોલાવ્યા છે. ટોપ ટેનમાં કચ્છ દસમા નંબરે છે તો પ્રથમ નંબરે અમદાવાદ જ્યાં ચાર લાખથી વધુ યુઝર્સ છે. ઓનલાઇન એપ્લિકેશન સરકાર માન્ય હોવાથી પોલીસ પણ આ એપમાં કાગળો જોઈ માન્ય રાખતી હોય છે જેથી તેના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ સાધનિક કાગળો સાથે રાખવા પડતા હતા જોકે હવે ડીજી લોકરના માધ્યમને માન્યતા હોતા તેના ઉપયોગમાં વધારો થયો છે. -સૂત્રો અનુસાર