જૂના રેલ્વે સ્ટેશન પાસે ખાલી પડેલ જમીનમાં આગ લાગતાં હલચલ….

ભુજ:- ભુજમાં જૂના રેલવે સ્ટેશન પાછળ ખાલી પડેલી જમીનમાં આગ લગતા હલચલ મચી ગઈ હતી. જૂના રેલવે સ્ટેશન પાછળ અરશાનગર અને રાજનગરના સર્વે નંબર 931 વાળા ખુલ્લા ખાલી પ્લોટમાં બુધવારે બપોરે આગ લાગતા ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ધસી પહોંચી હતી. બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી. આ કામગીરીમાં જીગ્નેશ જેઠવા, યશપાલસિંહ વાઘેલા, અસલમ પટ્ટણી તથા ટ્રેની સ્ટાફ જોડાયા હતા.આગને કાબુમાં લેવાઈ ગઈ હતી.

-મળતા સૂત્રો અનુસાર