ભુજના રસ્તાઓને મરામતની જરૂર હોતા કલેક્ટર ઓફિસમાં રજૂઆત

ભુજમાં કેટલાક રસ્તાઓનો સમારકામ કરી દેવામાં આવ્યું છે.ભુજમાં કોમર્સ કોલેજ રોડથી લઈને રઘુવંશી ચૌકડી સુધીનો રસ્તો બનાવી દેવામાં આવ્યું છે.

બીજી બાજુ ભુજમાં જ્યુબિલી સર્કલથી કલેકટર કચેરી તરફ જતા રોડ પર ટ્રાફિક સમસ્યા સતત રહે છે, જેથી બંને બાજુના ફૂટપાથ અંદરની બાજુ ખસેડી શકાય છે. અને રસ્તાને પહોળા બનાવી ટ્રાફિક સમસ્યા ઓછી કરી શકાય છે. એવો ઉપાય ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલે ભુજ પાલિકાના મુખ્ય અધિકારી અને ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળને બતાવ્યો છે. બી.ડી.સી.એ વધુમાં જણાવ્યું હતું કે, પાર્કિંગ વ્યવસ્થાના અભાવને કારણે ટ્રાફિક સમસ્યા અવારનવાર રહે છે, તેમ જણાતા કહ્યું હતું કે ટાઉન હોલ પાસે ફૂટપાથની પહોળાઈ ખૂબ મોટી છે. જ્યાં હાથલારીવાળા ધંધો કરે છે. એ ફૂટપાથની જગ્યા ઓછી કરી ત્યાં પાર્કિંગ વ્યવસ્થા કરી શકાય છે.અને રોડની સમસ્યા ઉકેલી શકાય છે.

ટાઉનહોલની અંદર પણ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવી જોઇયે જેથી ભીડ ઓછી થાય. કલેકટર કચેરીની સામે સરકારી વસાહત છે, જેમાં પુષ્કળ ખુલ્લી જગ્યા પડી છે. અર્થાત તેને પણ પાર્કિંગ માટે ઉપયોગ કરી શકાય, જે ટ્રાફિક પોલીસ કરી શકે. આ તમામ ઉપાયો પ્રજાના હિતમાં રહેલા હોવા જોઇયે, જેથી સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવા ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલ વતી અવનિશ ઠક્કરે અનુરોધ કરેલ છે.

-મળતી માહિતી અનુસાર