અમીયાના સીમાડામાં પવનચક્કીના પોલ પર કરંટ લાગતાં યુવાન નીચે પટકાયો

હાલમાં લોકો જીવનને દાવમાં રાખીને ગુજરાન ચલાવે છે ત્યારે લખપતના અમીયા અને મેઘપરની સીમમાં પવનચક્કીના પોલ પર કામ કરતાં યુવાનને વિજ કરંટ લાગતાં નીચે પછડાયો હતો. જેને સારવાર માટે દયાપર રાખવામા આવ્યું હતું પરંતુ તેને વધારે સારવારની જરૂર હોતા ભુજ મોકલાયું હતું. દયાપર ખાતે રહેતો પરપ્રાંતિય કુટન સેબજી (ઉ.વ.24) નામનો યુવક અમીયા અને મેઘપરની સીમમાં પવનચક્કીના વીજ લાઇનની કામગીરી દરમિયાન વીજપોલ પરથી ચડીને ચાલુ લાઇનમાં કામ કરતો હતો ત્યારે તેને અચાનક વીજ કરંટ લાગતાં તે જમીન પર પછડાયો હતો. ઘાયલ પરપ્રાંતિય યુવકને પ્રથમ સારવાર દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપાયા બાદ વધુ સારવાર માટે ભુજ મોકલાયું હતું.
-મળતી માહિતી અનુસાર