માતાના મઢમાં માં આશાપુરના નોરતા પ્રસંગે ધૂમ-ધામ વગર ઘટ-વિધિથી સ્થાપના


કોરોનાએ કપરી દશા બતાવી પરંતુ ભકતોમાં ભક્તિ હોવાથી યાત્રાધામના પૂજારીઓએ માં આશાપુરા તથા અનેક મંદિરોના દર્શન લિવ કરવામાં આવશે તેમજ ઓરક્સ્ટ્રા તથા ગરના સોખીન લોકોએ પણ લિવ ગરબાની વ્યવસ્થા કરી છે એટલે કે જેમ આરતીના લિવ દર્શન થશે એવી રીતેજ ગરબાના ઘરબેઠા લિવ દર્શન થસે.
કચ્છની માં મઢવારી આશાપુરા માતાજીના પ્રસિધ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે શુક્રવારે મોડી સાંજે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ બાદ આજથી આશ્વિન પર્વ નવરાત્રનો પ્રારંભ કરાશે. નોરતામાં દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા ભાઈ ભક્તોને બદલે આ વર્ષે હાલમાં દર્શનાર્થી ભાવિકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હોવાથી મર્યાદિત લોકોની હાજરી વચ્ચે જ આ ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે આશાપુરા માતાજીના મંદિરે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ આચાર્ય દેવકૃષ્ણવાસુએ જાગીર ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર, ખેગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી, ચત્રભુજ કટારીયા, ટિલાટ દિલુભા ચૌહાણ, પૂજારી ગજુભા ચૌહાણ સહિતના લોકોની ઉપસ્થિતિમાં કરાવી હતી.અને માતાજીનાં નવપર્વનું ધૂમધામ વગર પ્રારંભ કરવામાં આવ્યું હતું.