માનસિક રોગથી પીડાતા દર્દીઓની નવી પહેલ, આ વર્ષે 30 હજાર જેટલા દિવડાઓ બનાવશે

mental-health

જીવનમાં થતી ઊચ-નીચને લઈને લોકો માનસિક તથા શારીરિક રીતે પીડાતા હોય છે. તેમની આ પીડાને પ્રેમ, હૂંફ કે સદભાવનાથી દૂર કરી શકાય છે.આપણે પાસે રહેલી શક્તિનો ઉપયોગ કરી લોકોને મદદ કે આત્મનિર્ભર થવા પ્રોત્સાહિત કરવાનું પહેલ કરી જીવનનો શું મહત્વ છે તે સમજાવી શકીએ છીયે. એવી જ પહેલ શાહીબાગના એક હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

શાહીબાગમાં આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં દર્દીઓની સારવારની સાથે તેમની સમજ, આવડત વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ જે દર્દીઓનું સ્વાસ્થ્ય સુધર્યું હોય તેમની પાસે આર્ટવર્ક કરાવવામાં આવે છે. આ દર્દીઓ હાલ દિવાળી માટેના દીવડા બનાવી રહ્યા છે.અને તેમની માનસિક સ્થિતિને સુધારવા તેમણે આવા અનેક આર્તવર્ક આપવામાં આવે છે. સૂત્રો પ્રમાણે હોસ્પિટલના ડો. અજય ચૌહાણે જણાવ્યું કે, દર્દીઓ અગરબત્તી, ચટાઈ, રજાઈ, ગણપતિની મૂર્તિ, રાખડીઑ પણ બનાવે છે. આ વખતે તેઓ અંદાજે 30 હજાર દીવડા બનાવશે. આ દર્દીઓને ઇન્સેન્ટિવ પણ અપાય છે.જેથી તેમણે કરેલ આ પહેલ સામે વધારે ઉત્સાહ અને પ્રોત્સાહન મળે તથા જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બની મુશ્કેલીઓનો સામનો કરવો તે માટે હિમ્મત મળી શકે.

-મળતા સૂત્રો પ્રમાણે