ગણેશનગરમાં 9500ના દારૂ સાથે વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો પ્રમાણે ગઈ સાંજે B-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી સમાચાર મળ્યા હતા કે,સેક્ટર-6 ગણેશનગરના પ્લોટ નંબર-415માં રહેતો તુલસી નાગશીભાઇ રોશીયા પોતાના રહેણાક મકાનમાં દારૂ રાખી વેંચાણ કરે છે. આ ખાનગી માહિતીના આધારે તેના મકાનમાં દરોડો પાડતાં ઘરમાંથી રૂ.7,700 ની કિંમતના વિદેશી દારૂની 22 બોટલ અને રૂ.1800 ની કિંમતના બિયરના 18 ટીન મળી કુલ રૂ.9,500 નો દારૂ મળી આવતાં તુલસીની અટક કરી કોવિડ-19 ટેસ્ટની કાર્યવાહી માટે મોકલી આપ્યો હતો.અને તે અંગે પોલીસ દ્વારા જાજ-પરતાલ કરાઇ હતી

-મળતી માહિતી અનુસાર