જશોદાનગરથી યુવકનું અપહરણ કરી લૂંટયા બાદ એસજી હાઇવે છોડી મુકાયો

હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે, તો બીજીતરફ  નિર્દોષ લોકોને મારમારીને લૂંટી લેવાના તથા હત્યાકાંડ , જાહેરમાં છેડતીના બનાવો દિન પ્રતિદિન વિસ્તારતા દેખાય છે તેમજા અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી  સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. તેવુજ બનાવ હાલમાં વટવામાં નોકરી કરતા નડિયાદના યુવકનું ભાડાની કારમાં અપહરણ કર્યા બાદ ગળા ઉપર છરી મૂકીને ડરાવીને મોબાઇલ, બેગ રોકડ, ક્રેડીટ કાર્ડ લૂંટી લીધા પછી જશોદાનગરથી લઇને વટવા હાથીજણ સર્કલ થઇને  થલતેજ સહિતની સ્થળે લઇ જઇને એટીએમમાંથી રૂ. ૫૭ હજાર કાઢી લીધા અને તેને બાદમાં ધમકી આપીને મધરાતે એસજી હાઇવે ઉપર છોડી મુકાયો હતો. વટવા જીઆઇડી પોલીસે રૂ. ૬૨,૭૦૦ની લૂંટ અને અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં મળતા સૂત્રો પ્રમાણે નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં રહેતા અને વટવા GIDCખાતે  કંપનીમાં બિઝનેશ હેડ તરીકે નોકરી કરતા વિશાલભાઇ.એમ. રાજપૂત (ઉ.વ.૩૫) ગઇકાલે ઘરે જવા માટે ભાડાની કારમાં બેઠા હતા ત્યારબાદ કારમાં બેઠેલા ત્રણ શખ્સોએ તેમનું જશોદનગરથી  અપહરણ કર્યા બાદ મહેમદાવાદ રોડ ઉપર હીરાપુર પાટીયા નજીક પહોંચતાજની સાથે એક શખ્સે ગળા ઉપર છરી મૂકીને તારી પાસે  જે કંઇ હોય તે આપી દે તેમ કહીને ડરાવ્યો હતો અને  રાસ્કા નજીક અંધારામાં અવાવરુ સ્થળે લઇને મારમારીને કરીને તેના પાસેથી મોબાઇલ, બેગ અને રોકડા  રૂ. ૭૦૦ તથા ક્રેડિટ કાર્ડ તથા એટીએમ કાર્ડની લૂંટ કરી લીધી હતી.

ત્યાદબાદ ડરાવી ધમકાવીને એટીએમ અને ક્રેડિટ કાર્ડનો પીન નંબર લઇને લીધા બાદ ત્રિકમપુરા પાટીયા પાસેના  એટીએમમાં રૃપિયા ઉપાડયા અને  ઇસનપુર, વટવા , હાથીજણથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવીને થલતેજ સહિતના એટીએમ મળી  એટીએમમાંથી આઠ જેટલા  ટ્રાન્જકેશન કરીને કુલ રૃા. ૫૭,૦૦૦ કઢાવી લીધા હતા અને રાતે ૨ વાગે SG હાઇવે ઉપર ગોતા પાસે ઉતારીને ધમકી આપી હતી કે જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો તને અને તારા પરિવારનો જાનથી મારી નાંખીશું, પરંતુ યુવકે મધરાતે પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યા બાદ વટવા GIDC પોલીસ સ્ટેશને પહોચીને ફરિયાદ નોધાવી હતી, પોલીસે CCTV ફૂટેજ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

-મળતા સૂત્રો પ્રમાણે