માં આશાપુરા માતાના મંદિરની અનોખી મહિમા, વિમોચન

જય માં આશાપુરા

સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા માતાજીની બે મુર્તિ બિરાજમાન પાછળનો અનોખો ઇતિહાસ છે. મંદિરની બહાર ૨૦૦ કિલોનો આવેલા ઘંટ પાછળ પણ વર્ષો જૂની જોડાયેલી પરંપરા છે

ઘણાં કચ્છી સમુદાયો માં આશાપુરાને કુળદેવી માને છે જેમકે ચૌહાણ, કચ્છ રજવાડું, (બારીયા રજવાડું)ના બધા રાજવંશો તેમને કુળદેવી માને છે. દેવીનું મુખ્ય મંદિર કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે આવેલું છે. જ્યાં કચ્છના જાડેજા શાસકોની કુળદેવી અને પ્રદેશના મુખ્ય પાલક દેવતા તરીકે તેની પૂજા થાય છે. કચ્છના ગોસર અને પોલાડીયા સમુદાયો તેમને કુળદેવી માને છે.

રાજસ્થાનમાં પોખરણ, મોદ્રણ અને નાડોલમાં તેમના મંદિરો છે મુંબઈમાં પણ આશાપુરા માતાનું પ્રખ્યાત બેંગલોરમાં બાનેરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેમના નામે “શ્રી આશુપુરા માતાજી મંદિર” મંદિર છે. તો પૂણેમાં પણ કોંઢવા નજીક પણ માં આશાપુરાનું મંદિર આવેલું છે.

કચ્છ ધણિયાણી અને દેશદેવી મા આશાપુરા માતાજીનો મહિમા, નવરાત્રિ પૂજન, આરતી તેમજ ચમત્કારો સહિતની માહિતી તેમજ કચ્છ સાથે સૌરાષ્ટ્રના વિવિધ જગ્યાઓના આશાપુરા માતાજીના મંદિરોની પુિસ્તકા ‘જય આશાપુરા’ પુિસ્તકાની વિમોચનવિધિ માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીના હસ્તે માતાના મઢમાં કરાઇ હતી.

-સર્વે પ્રમાણે