પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ


હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા જાળવવવી કાળજી રાખવા અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયુ છે.
જે અન્વયે ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ધાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી APMC. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઈ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોવાથી તે સમયે ખેત પેદાશ વેચવાનું ટાળવું,પશુઓ માટે ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત કરવા અને પવનમાં ઉડે નહિ તે જોવું તથા શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેવી કે શાકભાજ-ફળો વગેરે ઉતારી લેવા . આ ઉપરાંત બીટી કપાસમાં વીણી કરી લેવી તેમજ મગફળીમાં કાપણી થઇ ગયેલ હોય તો તુરંત પગલા લઈ સુરક્ષીત જગ્યાએ રાખી લેવું, તેમજ શાકભાજી વગેરેમાં પિયત ટાળવુ ઉપરાંત ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવો તથા ઉભા પાકમાં હાલ નાઈટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા એમોનિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું તેમજ ખેડુતોએ મોબાઇલ ફોન અને ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું. અને સુરક્ષા તેમજ સલામતી માટે તમામ વ્યવસ્થા રાખવા વધુમાં જણાવાયું છે.આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોની ખેતીમાં સલામતી રાખી નુકશાનીને ઓરંગી શકાય છે તેથી ખેડૂતોએ સતર્ક રહેવા અનુરોધ કરાયું છે.
-મળતી માહિતી અનુસાર