ફટાકડા વેચાણ માટે પરવાનગી મેળવવા પડશે

હાલમાં કોરોના દરમ્યાન કોઈ તહેવર ઉજવામાં આવ્યા નથી તથા અમુક છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. હાલમાં અમુક ટકાવરીને આધારે મંદિરમાં આરતી-પૂજા માટે અમુક છૂટ આપવામાં આવી છે.મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવાળીના પર્વ દરમ્યાન ભુજ અને ગાંધીધામ શહેરની બહાર સરકાર દ્વારા નકકી કરવામાં આવતાં ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી પરવાના લેવાના જરૂરી રહેશે. ભુજમાં મામલતદાર કચેરી, ભુજ (શહેર), તાલુકા સેવાસદન, મુન્દ્રા રોડ, ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમૂનાનું સોંગદનામુ, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફી ના ચલણ સાથેની અરજી તા.29/10 સુધીમાં જમા કરાવવાની રહેશે. તથા ગાંધીધામ-આદિપુરમાં પણ ફટાકડના હંગામી વેચાણ માટે વેપારીઓએ મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી તા.30/10 સુધીમાં જમા કરાવવાના રહેશે.

-મળતી માહિતી અનુસાર