અંજાર તાલુકાનાં બાનિયારી સીમમાં બે હજાર મીટર વીજ વાયર ચોરી કરતાં ત્રણ આરોપી ઝડપાયા.
અંજાર તાલુકાનાં બાનિયારીની સીમમાં વીજલાઇનમાં બે હજાર મીટર વાયર ચોરી કરનાર ત્રણ ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી દુધઈ પોલીસે હાથે ધરી છે. દુધઈ પોલીસે સૂત્રો અનુસાર મળતી માહિતીને આધારે જણાવ્યુ કે બાનિયારીની સીમમાં વીજ લાઇનનું કામ ચાલુ છે .ગુનેહગાર તેની ખરાબ નજર આ લાઇન ઉપર નાખીને રૂ.૬ લાખની /- કિંમતનો ૨ હજાર મીટર વાયરની ચોરી કરીને લઈ ગયા . પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. તેના દરમિયાન ચોરીમાં પોલીસે જુસબ ઇબ્રાહીમ કુંભાર (શેંખટિંબા અંજાર),રાજેશ શામન કોલી અને લખમણ કાયા કોલી (રહે .લૂણવા )ને પકડી તેમના કબ્જામાંથી મુદ્દામાલ પરત પાછું કરવાની તજવીજ શરૂ કરી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.