18 મહિનાથી લાપતા ટેક્નિશિયનની ઘરમાંથી મળી આવ્યું નર કંકાલ; પત્ની હત્યાકાંડની શંકાની નજરે

પાનીપતમાં શુક્રવારે દ્રશ્યમ ફિલ્મ જેવી મિસ્ટ્રી સામે આવી છે. અહીં વિકાસનગરમાં 18 મહિનાથી લાપતા 31 વર્ષીય ટેક્નિશિયન હરબીરસિંહના ઘરમાં ખોદકામ દરમિયાન નરકંકાલ મળ્યું હતુ. આશંકા છે કે આ કંકાલ ટેક્નિશિયનનું છે. પત્નીએ હત્યા કર્યાની આશંકા છે. ફક્ત ડીએનએ ટેસ્ટ દ્વારા જ મામલો સ્પષ્ટ કરવામાં આવશે.
હરબીરના મોટા ભાઈ હરિઓમે આરોપ લગાવ્યો કે હરબીરની પત્ની અને અન્યએ ચૂપચાપ રીતે કંકાલને ઘરમાં જ એક જ્ગ્યામાં દાટી દીધું હતું. મારો પુત્રએ બાંધકામ માટે ખોદતી વખતે ખોપડી જોઇ તો આ બાબતે જણાવ્યું. ત્યાર પછી ખોદકામ દરમિયાન કંકાલને કાઢવામાં આવ્યું હતું. ફોરેન્સિક નિષ્ણાત ડો.નીલમ આર્ય, પોલીસ સ્ટેશન પ્રભારી રાજબીરસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડ્યૂટી મેજિસ્ટ્રેટની નિમણૂક કરીને કંકાલ કબજે કરાયું હતું. શનિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે પછી જાણી શકાશે કે કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું.
હરિઓમે કહ્યું હતું કે કંકાલ હરબીરનું હોય શકે છે. પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવીને મામલાની તપાસ કરે. જેનાથી જાણ થાય કે કંકાલ ખરેખર કોનું છે. કંકાલને ફરીથી દાટવાના આરોપ દ્વારા શંકાના દાયરામાં આવેલી પત્નીની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હરબીરને બે પુત્રીઓ છે, 11 વર્ષની તનુ અને 9 વર્ષીય મીનાક્ષી અને 7 વર્ષનો પુત્ર રિતિક છે.આ સમગ્ર કેસને ધ્યાનમાં લઈને તેના ભાઈ અને માતાએ પોલીસ ફરિયાદ કરી ને આગળ તપાસ હાથ માંગી છે.
-સૂત્રો પ્રમાણે