ચાલો જલેબી-ફાફડા ખાવા……….રાવણ દહન કરતાં વધારે જલેબી-ફાફડા માટે ઉત્સાહ વધારે દેખાઈ રહ્યું છે

દશેરા પર્વ હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સાણંદના ફરસાણના વેપારીઓએ તૈયારી આરંભી દીધી છે. સાણંદમાં દશેરા નિમિતે લોકો હજારો કિલો ફાફડા –જલેબી આરોગે છે. ત્યારે આ વર્ષે કોરોનાને લઈને ફાફડા –જલેબી બનાવતા વેપારીઓ ખાસ માસ્ક પહેરીને ફાફડા બનાવતા કેમેરામાં કેદ થયા છે. સાણંદમાં દર વર્ષે દશેરા પર્વએ ફરસાણની દુકાનોમાં વહેલી સવારથી જ કતારો લાગે છે.

ફક્ત સાણંદ જ નહીં પરંતુ સમગ્ર જગ્યાએ દશેરાની તૈયારી ચાલુ છે. બધા લોકો દશેરાના પર્વ માટે ઉત્સાહિત છે, પરંતુ હા, કોરોનાના કારણે શ્રમિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડ્યું છે.પરંતુ તહેવારની ઉજવણી કરવા લોકો રસ્તો સોધી લેતા હોય છે . ત્યારે ભલે રાવણ કોરોનાને કારણે જીવશે પરંતુ તેના કરતાં વધારે લોકોને જલેબી-ફાફડા ખાવાની છે.
-સર્વે અનુસાર