દેવપર(ગઢ)માં જાહેરનામાનો ભંગ કરનાર ૨૦ લોકો સામે કાનૂની જોગવાઈ

માંડવી: તાલુકાનાં ગઢશીશા પંથકના દેવપર(ગઢ) ગામે દાશેરાના જાહેરનામાનો ભંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી તેવી બાતમી મળતા પોલીસ તે સ્થળે પહોંચી ગઈ હતી. આ માહિતી અનુસાર બહુજન ક્રાંતિકારીના આગેવાનો સહિત ૬ વ્યક્તિઓ તેમજ અન્ય ૧૫ જેવા વ્યક્તિઓ આમે ફોજદારી નોંધવામાં આવી છે.
સૂત્રો અનુસાર ડો.બાબાસાહેબઆંબેડક્કરની પ્રતિમાની પાસે દસેરની ઉજવણીની બાતમી મળી હતી. તેજ સમયે પોલીસ ધરપકડ કરવા આવી પહોંચી હતી પરંતુ ત્યાં સુધી લોકો દહન કરીને ત્યાથી ફરાર થઈ ગયા હતા. પોલીસ પાસે સાબિતી રૂપે વિડીયો અને ફોટોસ હતા તેના આધારે ક્રાંતિકારીના આગેવાનો સહિત વ્યક્તિઓ નરેશ જેઠાલાલા ભોઇયા, શંકર લધારમ દનિયા, પ્રેમજી માવજી માતંગ, કેશવજી જેઠા દનિયા, નીતિન હરજી જેપાર, રમેશ નારશી રોશિયા અને અન્ય ૧૦ થી ૧૫ વ્યક્તિઓ સામે IPCની કલમ ૧૮૮, ૧૪૩, ૧૪૯, ૨૬૯ તથા અપેડેમીક રેગ્યુલેશન એક્ટ ૨૦૨૦ની કલમ ૧૩(૧) તથા ડિઝાસ્ટર મેનેજમેંટ કલમ ૫૧(B) મુજબ ASI શિવદીપસિંહ જાડેજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

-સૂત્રો અનુસાર