ગુજરાત હાઇકોર્ટની સુનવણી હવે લાઈવ પ્રસારણ યૂટ્યુબ પર

ઈતિહાસમાં અશક્ય હોય તે હવે કોરોનાના કારણે શક્ય બન્યું છે. જ્યારે રૂઢિવાદીયો જૂની પેઢીને અપનાવતી અને ટેક્નોલોજીને નકારતી ત્યારે હવે ટેકનૉલોજિ પર આધારિત કાર્યક્રમ યોજવામાં આવે છે.
ગુજરાતમાં પ્રથમ વખત હાઈકોર્ટે યૂટ્યૂબના માધ્યમથી સુનાવણીનું લાઈવ પ્રસારણ શરૂ કર્યું છે. કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા એવું નિર્ણય કરવામાં આવ્યુ છે કે, 26 ઓક્ટોમ્બર, 2020 થી સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેની લિન્ક ગુજરાત હાઇકોર્ટના હોમપેજ પર મૂકવામાં આવી હતી.તેના પર સફળતાનું તારણ કાઢી ટૂંક સ્માયમાં જ નક્કી કરવામાં આવશે કે તેનું લાઈવ પ્રસારણ ચાલુ રાખવું કે નહીં. અન્ય રાજ્યોમાં લાઈવ પ્રસારણ ચાલુ છે પરંતુ ગુજરાતમાં ચાલુ રાખવું કે નહીં તેનું હવે નિર્ણય કરવામાં આવશે. તાજેતરમાં ગુજરાતમાં લાઈવ પ્રસારણ માટે PIL(99/2020) કરવામાં આવી હતી જેમાં કોર્ટે મહત્વના ચુકાદા બહાર પાડ્યા હતા તેમજ છેલ્લા કેટલાક માસથી કોરોનાના કારણે કોર્ટ બંધ રેતા વિડીયો કોન્ફરન્સિંગથી ચૂકદાઓ બહાર પાડવામાં આવતા હતા.
-સૂત્રો અનુસાર