ગોધરામાં રહેતી માહિ પરમાર દ્વારા દુસ્કર્મીઓના સજા માટે અનોખી સ્ટ્રાઇક

દેશમાં વધી રહેલા દુષ્કર્મના કેસો ના કારણે દુષ્કર્મના આરોપીઓને એકમાત્ર ફાંસીની જ સજા થવી જોઈએ. આવા જધન્ય અપરાધ માટે એકમાત્ર ફાંસીની સજા જ હોવી જોઈએ. તેવી અપીલ સાથે ગોધરાથી માત્ર 12 વર્ષની માહી પરમાર દ્વારા સોમવારના રોજ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દેશભરમાં દુષ્કર્મના સતત કેસો ઊચા પ્રમાણમાં વધી રહ્યાં છે. તેના વિરોધમાં માહી દ્વારા એક અનોખી રીતે દુષ્કર્મ વિરુદ્ધમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માહી નું માનવું છે કે દેશના કાનૂન માં દુષ્કર્મ માટે 7 થી 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. પરંતુ તે માને છે કે, આવા લોકોને સજા નહીં પરંતુ ફાંસીજ થવી જોઇયે.માહી પરમાર દ્વારા ગોધરાથી શરૂ કરી સોમવારના રોજ વડોદરા શહેરમાં દુષ્કર્મ ની એકમાત્ર સજા ફાંસી માટે લોકોની સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ એકત્ર કરેલી સહી તે રાષ્ટ્રપતિને મોકલાવી દેશના કાનૂનમાં ફેરફાર કરાવવા માંગે છે. માહી નું માનવું છે કે, દુષ્કર્મ ના વિરોધમાં માત્ર મીણબત્તીઓ પ્રગટાવી વિરોધ પ્રદર્શન કરવાથી કશું થતું નથી, દીપ પ્રગટાવીને લોકો આ વાતને થોડાક સમયમાં ભૂલી જતાં છે. આના કરતાં કાયમી ફાંસી કડક સજાનો કાયદો બની જાય તો કદાચ દુષ્કર્મ ના કેસો ઘટી શકે છે.
માત્ર 12 વર્ષની માહી દ્વારા દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવાની જોગવાઇ કરવા રાષ્ટ્રપતિને આવેદન અપાશે. સહી ઝુંબેશ શરૂ કરી અત્યાર સુધી 4000 લોકોનું સહી રૂપે સમર્થન મેળવ્યું છે. અને માહી સહી લેવા અનેક શહેરોમાં મુસાફરી કરીને આ ઝુંબેશ ઑઁ ગોઇંગ રાખશે.
-સૂત્રો અનુસાર