કોરોનાઃ હાશ કચ્છમાં કોરોના કેસમાં થયો ઘટાડો ૩ મહિના બાદ માત્ર ૧૨ કેસ નોંધાયા

કચ્છમાં કોરોનાના કહેરમાં હવે ઘટાડો જોઈ શકાય છે તેમ આજે ૩ મહિના બાદ માત્ર ૧૨ જ પોઝિટિવ કેસ નોધવામાં આવ્યા છે તો સાથે સાથે જિલ્લામાં ૨૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો પણ છે. કચ્છમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો હોય તેમ કેસો સતત ઘટી રહ્યાં છે. તેવામાં મંગળવારે જિલ્લામાં માત્ર ૧૨ કેસ પોઝિટિવ આવ્યા હતાં. જેમાં ૭ શહેરોમાં અને ૫ ગ્રામીણ વિસ્તારમાં નોધવામાં આવ્યા હતાં. કચ્છમાં છેક ગત તા. ૩૦/૭/૨૦ના ૧૨ કેસ નોંધાયા હતાં. ત્યાર બાદ કેસમાં સતત વધારો જ જોવા મળ્યો હતો. આમ અંદાજે ૩ મહિના (૮૮ દિવસ) બાદ કેસ ઘટીને ૧૨ પર આવ્યા છે. કચ્છમાં ઓક્ટોબરમાં કેસો સતત ઘટી રહ્યાં છે. દેશની સાથે રાજ્યમાં પણ આ જ સ્થિતિ હાલના સમયમાં જોવા મળી રહી છે. તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. ચાલુ મહિને નવા કેસોની સામે સજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી હોવાથી રિકવરી રેટમાં પણ સતત વધારો નોંધપાત્ર રહ્યો છે. મંગળવારે તો માત્ર ૧૨ કેસ આવતા કચ્છ માટે ખુબ જ રાહતના સમાચાર છે. નવા કેસમાં અંજારના શહેરના બે, ભુજ શહેરના ચાર અને ગાંધીધામના એક કેસનો સમાવેશ થાય છે. તો ગ્રામ્ય વિસ્તારમાં મુન્દ્રા અને ગાંધીધામના બે-બે તથા ભચાઉના એક કેસનો સમાવેશ થાય છે. તો મંગળવારે અંજાર અને ગાંધીધામના પાંચ-પાંચ, ભુજના અને મુન્દ્રાના બે મળી ૨૦ દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.

-માહિતી અનુસાર