કચ્છમાં ફરી અનુભવાયા ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા


કચ્છમાં ફરી એકાએક ભૂસ્તરીય સવળવળાટનો અનુભવ થઈ રહ્યો હોય એમ આજે વહેલી સવારે આશરે અડધા કલાકથી પણ ઓછા સમયગાળામાં ભૂકંપના ૩.૪ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી માહિતીના અનુસંધાને “આજે સવારે ૪.૪૭ કલાકે લખપતના મુખ્યમથક દયાપરથી ૩૬ કિ.મી. દૂર આવેલા રોડાસર ગ્રામ નજીક ૩.૪ની તીવ્રતા ધરાવતું કંપન અનુભવાયા બાદ ૧૮ મિનિટ પછી સવારે ૫.૦૫ કલાકે ખાવડાથી ૪૩ કિ.મી. દૂર સિંધ થરપારકરમાં કેન્દ્રબિંદુ ધરાવતું ૩.૪ની તીવ્રતાનું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયું હતું.” બંને કંપનોની બહુ અલ્પ માત્રામાં અનુભૂતિ’ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ” ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં ૩થી વધુની તીવ્રતાનું આ ત્રીજું કંપન છે. આ પૂર્વે રવિવારે એટલેકે દશેરાના દિવસે પણ અંજાર પાસે અનુભવાયેલા ૩.૫ની તીવ્રતાના આંચકાની જિલ્લા મથક ભુજ સુધી અસર વર્તાઈ હતી. ઋતુના સંધિકાળ સમયે ભૂસ્તરીય સળવળાટના વધેલા દોર વચ્ચે હવે માત્ર વાગડ ફોલ્ટ નહીં અલગ-અલગ કેન્દ્રબિંદુમાંથી કંપન અનુભવાઈ રહ્યા છે.’ એમ જાણવા મળી રહ્યું છે.
-માહિતી અનુસાર