લોધેશ્વર સોસાયટીમાં દંપતી પર છરીથી હુમલો

શહેરમાં સામાન્ય બની ગયેલા મારામારીન-આપઘાતના બનાવમાં વધુ એક ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. રાજકોટના લોધેશ્વર સોસાયટી-3માં રહેતા કનકભાઇ મણિરામ કારેલિયા નામના પ્રૌઢે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ ઉર્ફે કાળિયો બાબુ ઝરિયા અને ટોયટો ઉર્ફે કાળિયો પરેશના નામ જણાવ્યાં છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે રાતે મજૂરીકામ કરીને ઘરે પહોંચ્યો હતો. ત્યારે તેની સામે જ રહેતો ભત્રીજો ધવલ અને તેની પત્ની ભાવિકા તેના ઘર પાસે અંદરો અંદર ઝઘડો કરતા હતા. જેથી પોતે ઝઘડો કરી રહેલા ભત્રીજાને અને તેની પત્ની ભાવિકાને ઝઘડો નહીં કરવાના મુદ્દે પત્ની ઉષા સાથે સમજાવવા માટે તેના ઘરે ગયા હતા.ભત્રીજાને અને તેની પત્નીને ઝઘડો ન કરવા માટે સમજાવતા હતા. ત્યારે આરોપી દિનેશ અને ટોયટો છરી સાથે ધસી આવી ભત્રીજા અને તેની પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી તેને ઘરનો મામલો છે તેવું કહેતા બંને શખ્સ ઉશ્કેરાય જઇ હાથાપાઇ શરૂ કરી હતી. આ સમયે ભત્રીજાને બચાવવા જતા દિનેશે પોતાના કપાળના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો. જ્યારે ટોયટાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. પત્ની છોડાવવા વચ્ચે આવતા તેને પણ માર મારી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. માલવિયાનગર પોલીસના PSI બી.બી.રાણા દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

-સૂત્રો અનુસાર