એ.સી.બી. સફળ ટ્રેપ કેસ

ફરીયાદી:-
એક જાગૃત નાગરીક

આરોપી:-
શ્રી રમેશભાઇ હરીભાઇ મજેઠીયા, હેડ કલાર્ક,વર્ગ-૩, નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ રહે.રાજકોટ

લાંચની માંગણીની રકમ:-
રૂ.૨,૦૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમ:-
રૂ.૨,૦૦૦/-

લાંચની રીકવરીની રકમ:-
રૂ.૨,૦૦૦/-

ટ્રેપ નુ સ્થળ:- નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ

ટ્રેપની તારીખ:-
૨૮/૧૦/૨૦૨૦

ગુન્હાની ટુંક વિગત:-
આ કામના ફરીયાદી નશાબંધી અને આબકારી વિભાગની હેલ્થ પરમીટ ધરાવતા હોય જે રીન્યુ ની પ્રક્રિયા પૂરી થઈ ગયેલ હોય, અને રીન્યુ થયેલ હેલ્થ પરમીટ ફરિયાદીને આપવા ની અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ.૬૦૦૦/- ની લાંચની માંગણી કરેલ, જે રકજકના અંતે રૂ.૨૦૦૦/- ની લાંચ આપવાનો વાયદો થયેલ હોય,
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૨૮/૧૦/૨૦૨૦ ના રોજ નશાબંધી કચેરી, રાજકોટ શહેર ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૨,૦૦૦/- ની લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી:- શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર,
તથા પો. સ. ઇ. શ્રી એસ.વી.ગોસ્વામી તથા રાજકોટ શહેર એ.સી.બી.સ્ટાફ
સુપરવિઝન અધિકારી:- શ્રી એ.પી.જાડેજા
મદદનીશ નિયામક, એ.સી.બી.રાજકોટ એકમ, રાજકોટ