ગેસમાં આગ લાગતાં પત્ની-પતિ દાઝતા હોસ્પિટલ ખસેડાયા

copy image

ગાંધીધામમાં પહેલાથી ચાલુ ગેસની અજાણતાં વચ્ચે રસોઈ કરવા ગયેલી પરિણીતાએ દિવાસળી પેટાવતા આગ લાગી ગઈ હતી, જેને કારણે પત્ની અને પતિ બન્ને દાઝી જતા સારવાર માટે ભુજ જી.કે. માં ખસેડાયા હતા.શહેરના ગણેશનગરમાં રહેતા પ્રયાસ્રાજ ઠાકુરે ભુજ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે ગત 26/10ના સાંજના સમયે તેઓ અને તેમના પત્ની દીક્ષાદેવી ઘરે હતા ત્યારે પત્ની રસોઈ કરવા માટે ગેસ ચાલુ કરવા ગયા હતા,પરંતુ પહેલાથીજ ગેસ ચાલુ હોવાથી આગ લાગી ગઈ હતી, જેમાં તેમની પત્ની છાતી, મોઢાના ભાગે જ્યારે કે તેવો પોતે હાથના ભાગે દાઝી જતાં તેમને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હૉસ્પિટલ લઈ અવાયા હતા.

-માહિતી અનુસાર