પલાંસવામાં ભર-બપોરે ઘરનું તાળુ તોડી 82 હજારના દાગીનાની ચોરી

ચોરનું હવે કોઈ બધ નહીં હોતું. ધોળા દિવસે પણ ચોરી કરતાં ખચકાતાં નથી ત્યારે રાપરના પલાંસવા ગામે ભર બપોરે ચોરોએ થોડા કલાકો માટે બંધ રહેલા ઘરનું તાળુ તોડીને ઘરમાંથી 82 હજારની કિંમતના દાગીના ચોરી કર્યા હતા. લાલાભાઈ ભરવાડે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.05/10ના તેવો અને તેમનો પરિવાર બહાર હતા ત્યારે કોઇ અજાણ્યા શખસે ઘરમાં પ્રવેશ કરીને દોઢ તોલાની, 50 હજારની કિંમતની રામરમી, 32 હજારની કિંમતના એક કિલો ચાંદીના કડલા મળી કુલ 82 હજારના દાગીનાની ચોરી કરી હતી. તાળુ તોડીને તસ્કરોએ કબાટનું લોક તોડી તેનો બધો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

-સૂત્રો અનુસાર