ભુજના હોસ્પિટલ રોડ પર ગેસ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન પાણીની લાઇન તૂટી જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા.
કચ્છમાં એક તરફ પાણીની બુમરાણ ઉઠી રહી છે ત્યારે ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલા વિજયનગરમા ચાલી રહેલી ગેસ લાઇન નાખવાની કામગીરીમાં બેદરકારીના પગલે લાઇન તૂટી હતી. અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેનાથી આ વિસ્તારના રહેવાસીઓ,વાહન ચાલકો અને અંહી આવતા જતાં નાગરિકોને ઘણી મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે.કે વડા મથક ભુજ ખાતે આમ પણ પાણીની તંગી વર્તાઇ રહી છે. તે દરમ્યાન પીવાનું લાખો લીટર પાણી બેદરકારીના કારણે રોડ પર વહી નિકળયુ હતું. જેથી ગેસ લાઇનની કામગીરીમાં આ પાણીની લાઇન તૂટી હતી.તેવું અંહીના વેપારીઓ અને આજુ બાજુના રહેવાસીઓના લોકમુખે ચર્ચાયુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.