વિદ્યાર્થી કાળની મહત્વની ગણાતી ધો-૧૦ થી ૧૨ ની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ યોજાયો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદ્યાર્થી કાળની મહત્વની ગણી શકાય તેવી આગામી દિવસોમાં લેવાનારી ૧૦ ,૧૨ ની પરીક્ષાને અનુલક્ષી વિદ્યાર્થીઓ , વિદ્યાર્થીની ઓ સાથે સીધો સંવાદ યોજાયો હતો. આ અંગે કચ્છ કેર ન્યૂઝના પ્રતિનિધિને જિલ્લા શિક્ષણાધિકારી ઇન્ચાર્જ એવા ભુપેન્દ્રસિંહએ જણાવ્યુ કે, મોદી સાહેબની ૧૦ ,૧૨ ના વિદ્યાર્થીઓ ,વિદ્યાર્થીનીઓ સાથે સીધા સંવાદથી યોજાયો હતો. આ અંગે ભુપેન્દ્રસિંહ જિલ્લા શિક્ષણાધિકારીએ કચ્છ કેર ન્યૂઝના પ્રતિનિધિને માહિતી આપતા જણાવેલ કે , વડાપ્રધાન શ્રી નો આ દેશવ્યાપી સીધો વિદ્યાર્થીઓ ,વિધ્યાર્થીનીઓ સાથે સંવાદ છે. આ સંવાદથી વિદ્યાર્થીઓમા મનોબળ વધશે. આત્મવિશ્વાસ ઊચો આવશે. વિદ્યાર્થી નિર્ભય ,હળવાશથી ,એકાગ્રતાથી , પરીક્ષાઓ આપી શકશે . તેમજ તેમનું ધ્યાન ધ્યેય સુધી પહોચે તેવી વડાપ્રધાન શ્રી ની નેમ છે .તેઓ તેજસ્વી બને ઉચ્ચ ગુણાંક લાવે, તેઓ સિધ્ધી મેળવે તેમજ રાષ્ટ્રીય, વિશ્વક્ક્ષાએ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરે તેવું જણાવેલ .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.