હરિયાણાની હતભાગી પીડિતાને અપાઈ શોકાંજલી

હરિયાણાના વલ્લભનગર ખાતે હિન્દુ યુવતીના ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા જાહેરમાં ગોળી મારી હત્યા કરાઈ હતી તેના વિરોધમાં ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદન આપી દોષીઓને ફાસીની સજા આપી હતભાગી યુવતીને ન્યાય આપવા રજૂઆત કરી હતી. ગુરુવારે સાંજે પેન્શનર્સ ઓટલા પર સંસ્થાના યુવા અને યુવતીઓ સાથે મળીને સ્વર્ગસ્થની આત્માને શાંતિ મળે તે માટે પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું.

-સૂત્રો અનુસાર