કચ્છમાં કોરોનાના કેસમાં થયો વધારો, નવા ૨૧ કેસ ઉમેરાયા

કચ્છમાં કોરોનાના આંકમાં રોજ રોજ વધારો – ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પિઝિટિવ કેસમાં ઘટાડો નોધવામાં આવ્યો હતો. પરંતુ ગુરુવારે ફરી વધુ ૨૧ પોઝિટિવ કેસથી ઉછાળો આવ્યો છે, જેમાં શહેરોના ૧૭માંથી એકલા ભુજ શહેરમાં જ ૧૦ કેસ નોંધાયા છે. બાકી ૫ રાપરના, ગાંધીધામ અને માંડવીનો ૧-૧ દર્દી છે ત્યારે ગ્રામીણ વિસ્તારના ૪ કેસ માંથી અંજાર, ભુજ, માંડવી, નખત્રાણા તાલુકાનો ૧-૧ કેસ છે. જેની સામે માત્ર ૧૮ દર્દી સાજા થયા છે, જેથી હજુ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૨૪૬ ઉપર પહોંચી ગઈ છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૭૩૭ પોઝિટિવ કેસ સરકારી ચોપડે ચડાવાયા છે, જેમાંથી કુલ ૨૩૭૪ દર્દી સાજા પણ થઈ ગયેલ છે. જોકે, ૭૦ દર્દીના મોત બતાવાયા છે. આમ કોરોનાના આંકમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે.

-સૂત્રો અનુસાર