લોડાઇમાં બાતમી મળતા દેશી બંદુક સાથે આરોપી ઝડપાયો

copy image

ભુજ : તાલુકાના લોડાઇ ગામે પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપ્રેશન ગૃપે બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને દેશી બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. દરોડા અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળતા બન્ને વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને હાલ આદર્શ આચાર સંહિતા અમલી હોઈ SOGટીમે લોડાઇ ગામે છાપો મારીને ગગડાવાસ લોડાઇ ખાતે રહેતા આરોપી જાનમામદ હુસેન ચંગલ (ઉ.વ. 37) ગેરકાયદેસર હથિયાર સાથે દબોચી લેવાયો હતો. આરોપીના કબજામાંથી સીંગલ બેરલ મજલ લોડની દેશી બંદુક કિંમત રૂપિયા 2 હજારની કબજે કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ હાજર ન મળતા બન્ને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં PSI આર.સી.ગોહિલ, ASI ઘનશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, અશ્વિનભાઈ સોલંકી, રજાકભાઈ સોતા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

-સૂત્રો અનુસાર