પોલીસે 1 પિસ્ટલ અને 7 કારતૂસ સાથે વ્યક્તિની ધરપકડ


અંહી ગુનાઓની લિસ્ટ વધતી જાય છે . નાના નાના કિસાઓ સામે આવતા હોય છે પરંતુ આ કિસાઓ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યા હોય તેવું લાગે છે, ત્યારે કારંજ પટવા શેરીમાં રહેતા નાસીરખાન પઠાણને પોલીસે 1 પિસ્ટલ અને 7 કારતૂસ સાથે ઝડપી લીધો હતો. નાસીરખાનની બહેનને તેનો પ્રેમી ભગાડી લઇ ગયો હોવાથી તેની હત્યા કરવા માટે નાસીરખાન દરિયાપુરના કુખ્યાત અમન મેટર પાસેથી પિસ્ટલ અને કારતૂસ ખરીદીને લાવ્યો હતો. કારંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-સૂત્રો અનુસાર