આસો મહિનાની છેલ્લી તિથિ શરદ પૂર્ણિમા છે, આ દિવસે દૂધ-પૌંઆનું સેવન કેમ કરવામાં આવે છે….?


આજે શુક્રવાર, 30 ઓક્ટોબરની રાતે શરદ પૂનમનો ચંદ્ર જોવા મળશે. ચંદ્ર પૂર્વ દિશામાં સાંજે 5.13 વાગ્યે ઉદય થશે. ચંદ્ર ઉદય થતી સમયે લાલ અને થોડા મોટા સ્વરૂપમાં જોવા મળશે. ત્યાર બાદ જેમ-જેમ ચંદ્ર ઉપર આવશે, તેમ તેની ચમક વધતી જશે. 31 ઓક્ટોબરે સવારે લગભગ 5.08 વાગ્યે પશ્ચિમ દિશામાં અસ્ત થઇ જશે.
ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર પ્રસારક સારિકા ધારૂના જણાવ્યાં પ્રમાણે ચંદ્ર એક જ રાતમાં રંગ કે આકાર બદલતો નથી. જ્યારે ચંદ્ર ઉદય થાય છે, તે સમયે પૃથ્વીના વાતાવરણના કારણે ચંદ્ર લાલ જોવા મળે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની લગભગ 3 લાખ 60 હજાર કિમી દૂર રહે છે, ત્યારે તે વધારે મોટો અને ચમકીલો જોવા મળે છે, જેને સુપરમૂન કહેવામાં આવે છે. આ વખતે શરદ પૂનમના દિવસે ચંદ્ર 4 લાખ કિમીથી વધારે દૂર રહેશે. આ કારણે તે સુપરમૂન જેવો દેખાશે નહીં.

શરદ પૂર્ણિમા પછી વાતાવરણમાં ફેરફારની શરૂઆત થાય છે. આ તિથિ પછી વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. ઠંડીની શરૂઆત થતાં શરદ પૂનમની રાતે દૂધ-પૌંઆનું સેવન કરવું એ વાતનું પ્રતીક છે કે, ઠંડીની ઋતુમાં આપણે દૂધ-પૌંઆ ખાવા જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. તેમાં દૂધ ઉપરાંત ચોખાના પૌંઆ, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે તેમજ સ્વાસ્થ્ય સારુ છે. આ જ કારણ છે કે, રાતે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવે છે. દૂધ-પૌંઆ ઉપર ચંદ્રનાં કિરણો પડે છે. જેનું સેવન કરવામાં આવે છે.
-સર્વે પ્રમાણે