ગાગોદરમાં જુગારનો અડ્ડો ચલાવતો શખ્સ ફરી એકવાર ઝડપાયો

copy image

રાપર તાલુકાના ગાગોદરમાં રહેનારો અને જુગારનો અડ્ડો ચલાવતા અગાઉ પકડાઈ ચૂકેલા પપ્પુ કલા ભરવાડ વિરુદ્ધ સ્થાનિક ગુના શાખાએ પાસાના કાગળિયા કરી જિલ્લા સમાહર્તાને મોકલાવ્યા હતા. ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે આ શખ્સને પકડી પાડયો હતો અને તેને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી હતી. પૂર્વ કચ્છમાં દારૂ-જુગારનો રમત ચલાવનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસવડાએ આદેશ આપ્યા બાદ ગાગોદરમાં જુગારનો અડ્ડો ચલાવનારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ વડાએ આદેશ આપ્યો હતો. જે અનુસંધાને પોલીસે કમર કસી લીધી હતી.જિલ્લામાં જુગારનો અડ્ડો ચલાવનારા શખ્સો પૈકી આ બીજા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
-સૂત્રો અનુસાર