ભુજના લોહાણા મહિલા મંડળ દ્વારા ધો-૧૦ અને ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને દીપજ્ઞાન યજ્ઞ અને સાથો સાથ આનંદમેળાનું આયોજન કરાયું
ભુજ લોહાણા મહિલા મહાજન દ્વારા દીપજ્ઞાન આનંદમેળો ,તેમજ મહિલાઓ દ્વારા સ્ટોલો ઊભો કરી પોતાના પગપર કેમ ઊભા રહેવું તેવો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ કેર નેયુઝના પ્રતિનિધિને આ અંગે જણાવતા લોહાણા મહિલા મંડળના પ્રમુખ, મંત્રી ,ખજાનચીએ જણાવેલ કે ,આગામી માસમાં ૧૦ ,૧૨ ની પરીક્ષાઓ આવનાર છે તે સંદર્ભે વિદ્યાર્થીઓમા આત્મવિશ્વાસ વધે ,બુધ્ધિપ્રતિભા ખીલે ,આવડત વધે ,જ્ઞાનરૂપી વિચારો પરિપક્વ બને .તેઓ ભણતરમા આગળ વધે .તેજસ્વી થાય તે માટે યજ્ઞનું આયોજન કરાયેલ .મંડળની મહિલાઓ દ્વારા ૩૫ જેટલા સ્ટોલ રાખવામા આવ્યા છે જેમાં કપડાં ,ઇમિટેશન જ્વેલરી ,કટલેરી ,સોદર્ય પ્રસાધનો ,રસોઈ ઘરના સાધનો ,ખાણી -પીવાની બનાવટો સહિત સ્ટોલો રખાયા હતા. આ આ સંદર્ભે કચ્છ કેરના પ્રતિનિધિને માહિતી આપતા જણાવ્યુ કે ,મહિલાઓ પણ વ્યાપારી કારણ ક્ષેત્રે આગળ વધે , જીવનમાં નામ રોશન કરે . પ્રગતિ કરે .પોતાની કંપની ,ઉધોગ સ્થાપે .તેમજ તેઓ મહત્વના હોદ્દા ઉપર બિરાજી તે કંપનીનું હેન્ડલિંગ કરે. તેમના માં ફરજ, હક્ક ,ન્યાય ,વેપાર ,સંસ્કાર ,સંસ્કૃતિ ,શ્રધ્ધા ,ઉછેર ,ધગસ ,સંબંધ જેવા મહત્વ ગુનોનું વધારેને વધારે વીકસે તેવું જણાવેલ .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.