ભુજમાં ગટર લાઈન પાથરવામાં રોડ સાથે ડિવાઈડરનું કામ વધ્યું, ડ્રેનેજ બ્રાન્ચના કારણે કામમાં થયો વધારો


ભુજમાં છેલ્લા પાંચેક વર્ષથી જૂની ગટર લાઈનની જગ્યાએ નવી ગટર લાઈન પાથરવાની કામગીરી અવિરત ચાલુ છે, ત્યારે સારા રોડનો સત્યાનાશ થઈ ગયો છે, જેથી એ ફરી રોડ બનાવવાની કામગીરીને અગ્રિમતા અપાઈ છે. પરંતુ, ગટર લાઈન પાથરવામાં થી રઈ અને ડિવાઈડરનો પણ સત્યાનાશ થઈ ગયો છે. આમ, એક કામના કારણે બીજા કામનો વધારો વધારો કરવામાં આવ્યો છે. તેમજ ભુજ નગરપાલિકાએ પ્રાદેશિક કમીશનરના આદેશનું બહાનું આગળ ધરી વેરા વસુલાતમાં કડકાઈથી કામ લેવાનું શરૂ કર્યું છે.
જોકે, પ્રજા પાસેથી વિવિધ ચાર્જ અને વેરા વસુલવામાં આવે છે પરંતુ તેના પાછળ ન થતી સુધરાઈને પ્રજાના પૈસા કરકસરથી વાપરવામાં રસ નથી. ખર્ચ કેમ બચાવવું એમાંય રસ નથી. ઉલ્ટું એક કામ કરી ત્રણ કામના ખર્ચ કેમ વધારવા એમાં જ રસ છે. જેનો જીવતો જાગતો ઉદાહરણ એ ગટરની લાઈન પાથરવાની ખર્ચ સાથે રોડના અને ફૂટપાથની કામના ખર્ચ વધારી દેવા. હાલ શરદબાગથી છેક મંગલમ્ વાયા ગાયત્રી મંદિર પાસે ગટરની જૂની લાઈન કાઢી નવી લાઈન પાથરવાની કામગીરી ચાલે છે, જેમાં રોડનો ખર્ચ તો વધશે પરંતુ, ફૂટપાથ અને ડિવાઈડર પણ ફરીથી બનાવવા પડશે.
-સૂત્રો અનુસાર