સામખિયાળી પોલીસે ભલભલાના વાહનોમાંથી બોર્ડ ઉતરાવ્યા, તેમના વિરૂધ્ધ કડક કામગીરી કરાશે


છેલ્લા ઘણા સમયથી પોતાના વાહનમાં પોલીસ, પ્રેસ કે રાજકીય હોદ્દાના બોર્ડ લગાવી ખોટા લોકો આ બોર્ડના દુરઉપયોગ કરતાં હોવાથી ટોલ ટેક્સ ન ભરતા હોવાની નેશનલ હાઇવે ઓથોરીટી અને ટોલ કંપનીઓની રજુઆતોના પગલે આજે સવારથી સામખીયાળી પોલીસ સ્ટેશના સિનિયર PSI વી.જી. લાંબરીયા અને તેમનાં સ્ટાફ દ્વારા સામખીયાળી ટોલ પર ડ્રાઈવ કરવાંમાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ કંપની દ્વારાં રજુઆતને ધ્યાનમા રાખી કરવામાં આવેલી આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા ટોલ પરથી પોલીસ તથા રાજકિય હોદ્દેદારો, સરકારી અધિકારીઓના ખોટા પાટિયાં અને કાર્ડનો દુરુપયોગ કરી અને ટોલ પરથી મફત નિકળતા લોકો પર રોક લાગે અને ખોટા લોકો પર યોગ્ય કાર્યવાહી થાય તે માટે સામખીયાળી પોલિસે ડ્રાઈવ કરાવવાં આવી હતી. આ ડ્રાઈવ અને ચેકિંગ આગમી દિવસોમા ચાલું રહેશે ખોટા પાટિયાં અને ખોટા કાર્ડ ધારકો પર પોલીસ દ્વારાં કાયદેસરની જોગવાઈ કરી ગુનો દાખલ કરવાંંમા આવશે તેવું પોલીસે જણાવ્યું હતું……
-માહિતી અનુસાર