જિલ્લાના 49 ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની યોગ્ય વ્યવસ્થા નથી,

પાટણ જિલ્લા કેટલાક ગામોમાં SC-ST સ્મશાનની જમીન અથવા સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી મૃતક સ્વજનોની અંતિમવિધિ કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોવાથી SC -ST અધિકાર સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર લખવામાં આવ્યું હતુ. જિલ્લાના 9 તાલુકામાં ST-SC લોકોના સ્વજનોના મુત્યુબાદ સન્માનભેર અંતિમવિધિ થાય તે માટેની સ્મશાન ભૂમિની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તેમજ કેટલાક ગામોમાં સ્મશાન ભૂમિ નથી અથવા તો સ્મશાનમાં જવાનો રસ્તો નથી તેવા 49 ગામો છે. ત્યારે આ ગામમાં વર્ષોથી સ્મશાનની સુવિધાઓ પૂર્ણ કરવામાં ન આવી હોવાથી 50 ગામોના ST -SC અગ્રણીઓ એકત્ર થઇ કલેકટર કચેરી ખાતે આવી SC-ST અધિકાર સમિતિ પાટણ સાથે મળી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી…..

-માહિતી અનુસાર