શેરપુર (વડલી)ની સગીર પ્રેમીકાએ પ્રેમીને ભાગી જવાની ના પાડતા પ્રેમીએ કરી હત્યા


પાટણ તાલુકાના શેરપુરા વડલી ગામે બે વર્ષ અગાઉ છરીના ઘા મારીને પ્રેમિકાની દેહશત હત્યા કરનાર યુવક સામેનો કેસ ગુરુવારે એડિશનલ સેશન્સ કોર્ટમાં સ્પેશ્યલ પોક્સો જજ સામે ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
પાટણ નજીકના શેરપુરા વડલી ગામના 22 વર્ષીય યુવક ઠાકોર જયેશજી ગાડાજીને સગીર વયની 17 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ થયો હતો .બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ યુવતીની ઉંમર નાની હોવાથી પ્રેમલગ્ન થઈ શકે એમ ન હતા. લગ્ન કરવા અંગે બંને વચ્ચે અવાર-નવાર બોલાચાલી થતી હતી. સૂત્રો અનુસાર 30 માર્ચ 2018ના રોજ બપોરના સમયે અનાવાડા ગામની સીમમાં જીવાભાઇ પટેલના ખેતરમાં ઘઉંના વાવેતરમાં બંને મળ્યા હતા. જેમાં જયેશે તેણીને ઘરેથી ભાગી જવા કે સાથે મરી જવા માટે કહેતા સગીરાએ તેનો સઘન ઇનકાર કર્યો હતો. જેના કારણે આરોપી ઉશ્કેરાઇ જતાં જયેશ ઠાકોર તેની પાસેની છરી વડે સગીરાને ગળા સહિત કરપીણ હત્યા કરી અન્ય ભાગોમાં છ જેટલા આડેધડ ઘા મારી દેતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ કેસ પાટણના એડિશનલ સેશન્સ અને પોક્સો સ્પેશિયલ જજ કુ.કે આર પ્રજાપતિ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ એમ.ડી પંડ્યાની દલીલો બાદ આરોપીને ખૂનના ગુનામાં આજીવન કેદ અને રૂ. 5,000 દંડ અને જો ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ તેમજ પોકશો એક્ટમાં 5 વર્ષની સખત કેદ અને રૂ. 2000 દંડ અને ન ભરે તો 6 માસની સાદી કેદ જ્યારે જ્યારે જી.પી એક્ટ 135 ના ગુનામાં 4 માસની સાદી કેદ અને રૂ. 500 દંડ ના ભરે તો વધુ 15 દિવસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો તથા આ કેસમાં મૃતકની માતા એટલે કે ફરિયાદી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં વળતર મેળવવા અરજી કરે તો વળતર ચૂકવવાપાત્ર રહેશે તેવું હુકમ કર્યો હતો.
-માહિતી અનુસાર