ભચાઉ તાલુકામાં વાગડિયા કાંટા ચોવીસી રબારી સમાજના 100 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા

ભચાઉ શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં માલધારી કેવા તા વાગડિયા કાંટા ચોવીસી રબારી સમાજના 100 યુવાનો અને યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા જેમાં યુગલોએ પોતાના પરંપરાગત રબારી સમાજના વસ્ત્રોમાં સજ્જ થઈને રસપ્રદ રીતે લગ્ન વિધિ કરી હતી.

ભચાઉ તાલુકામાં રહેતા રબારી સમાજના મોટાભાગના યુવાનો ગુજરાતના અનેક જિલ્લાઓમાં જેસીબી લોડર અને ટેકટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે હાલ ચાર-પાંચ દિવસથી ચાલતા લગ્નના મુહૂર્તો પ્રસંગે અહીં આવેલા છે અને ભચાઉ તાલુકાના વોધ, છાડવારા જંગી, ચોબારી, જેવા ગામમાં લગ્નની સીઝન જોવા મળી હતી. આ યોજાતા લગ્નમાં આજ પણ રબારી સમાજના યુવાનો વર્ષો જૂના અને પરંપરાગત વસ્ત્રોમાં જ લગ્ન વિધિ કરે છે જેમાં હાથમાં તલવાર અને પાછળ હાલ બાંધેલી હોય છે.તેમજ રબારી સમાજની બહેનો દ્વારા તૈયાર કરેલા ભરત અને આભલા વાળા વસ્ત્રો પહેરે છે તેમજ માથે સાચી પાઘડી પણ પહેરે છે જ્યારે કન્યા પણ રબારી સમાજના જુના જે વસ્ત્રો માં જીમી ચુંદડી માથે મોડીયો જે પરંપરાગત રબારી સમાજના ભરતકામથી ભરેલા આવે છે અને આ જ પણ આ બહેનો લગ્ન કરે છે તે મોટા ઘૂંઘટમાં જ ફેરા ફેરી લગ્નની વિધિ સંપન્ન કરે છે.

-માહિતી અનુસાર