એરલાઇન્સથી મળતી માહિતીની ભવિષ્યના અંદાજ કાઢવો મુશ્કેલ


કોરોના વાઇરસની મહામારીને લીધે હવાઈ મુસાફરીમાં ભારે ઘટાડાથી હવામાનની સચોટ ભવિષ્યવાણી પર અસર થઈ છે. વ્યવસાયિક એરલાઇન્સથી મળતા આંકડા ઘટવાથી આવી સ્થિતિ સર્જાઈ છે. સર્વે અનુસાર સરકારી વિજ્ઞાનીઓએ નોંધ્યું કે વિમાનોથી તાપમાન, હવા અને ભેજ સંબંધિત માહિતી ઓછી મળતા ઓછા સમયના અંદાજ નકારાત્મક મળ્યા છે. હવામાનની ભવિષ્યવાણી અને વાસ્તવિક સ્થિતિમાં આંતરો અને માલવાહક વિમાનોથી મળતા વાતાવરણની માહિતી હવામાનની સ્થિતિ જણાવવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહે છે.
ઉત્તર અમેરિકા અને યુરોપના હજારો વિમાન પર લાગેલા ઉપકરણોથી માહિતી એકઠી થાય છે. આ માહિતી દુનિયાભરના હવામાન વિભાગોને પહોંચાડવામાં આવે છે. વિશ્વમાં કોરોના મહામારીના કારણે કેટલાક માસ અગાઉ એરટ્રાફિકમાં લગભગ 75% ઘટાડો નોંધાયો હતો. આ માહિતી અનુસાર હવામાનનો અંદાજ પણ ઘટી ગયો જણાતા ગ્લોબલ સિસ્ટમ્સ લેબોરેટરી, અમેરિકાના વરિષ્ઠ વૈજ્ઞાનિક સ્ટેન બેન્જામિન જણાવ્યુ હતું કે હવામાન ખાતાનું અનુમાન દરેક મોડેલનું સાચું ઠરવું એ આંકડા પર નિર્ભર કરે છે. જો વધારે સંખ્યામાં માહિતી નહીં મળે તો અનેક અસરો પ્રભાવિત થશે તેમજ રાષ્ટ્રીય સમુદ્રી અને વાતાવરણ તંત્ર કહે છે કે અત્યાર સુધી ઓછા સમયની ભવિષ્યવાણી પર પ્રભાવ જોવા મળ્યો છે. આવા અનુમાનના આધારે કંપનીઓ બિઝનેસ સંબંધિત નિર્ણયો કરે છે. લોકો પણ રોજિંદી પ્રવૃત્તિઓ નક્કી કરે છે. હવામાનની સ્થિતિ જાણવા ઉપગ્રહો, સમુદ્રી ઉપકરણો અને આકાશમાં ઉડાવાતા બલૂનથી મળેલ માહિતીનો પણ ઉપયોગ થાય છે. ગયા મહિને એર ટ્રાવેલ વધવાથી માહિતીમાં વધારો નોંધાયું હતું ……..
સર્વે અનુસાર અમેરિકામાં હાલના સમયે મહામારીથી પહેલાની તુલનાએ દરરોજ 50ટકા ઓછી હવાઈ ઉડાનો ઓપરેશનમાં જોવા મળે છે. ગ્લોબલ સિસ્ટમ્સ લેબોરેટરીના ડૉ.બેન્જામિન અને તેમના બે સહયોગીઓએ આ માહોલના આધારે 2018 અને 2019ના આંકડામાં 80 ટકાનો ઘટાડો કરીને મહામારીના દોરમાં રિસર્ચ કર્યુ છે.
-માહિતી અનુસાર
–