હાઇર્કોટના આદેશ છતાં GSTના કરદાતાઓને રિફંડ રિટર્ન નથી અપાયું

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આઉટપુટ કરતાં ઇનપુટ ક્રેડિટ વધારે હોય તેવા કિસ્સામાં કરદાતાને રિફંડ આપવા આદેશ કર્યો હતો. છતાં સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી કરદાતાને રિફંડ આપવાની આનાકાની કરે છે. અધિકારીઓ હાઇર્કોટના આદેશ અંગે ડિપાર્ટમેન્ટને કોઇ જાણ નહીં હોવાનો દાવો કરી રહ્યા છે અને કરદાતા રિફંડ મેળવવા ડિપાર્ટમેન્ટના ધક્કા ખાઈ રહ્યા છે. જેને લઇને હાઇકોર્ટે જીએસટી કરદાતાઓની તરફેણમાં ચુકાદો આપી જણાવ્યું કે, જીએસટી રિફંડ લેવા કરદાતા હકદાર છે અને તેને રિફંડ સમય મર્યાદામાં મળવું જોઇએ. તેમ છતાં જીએસટી કરદાતાઓ દ્વારા કરવામાં આવતી અરજીને હાઇકોર્ટનો ચુકાદો ધ્યાનમાં લીધા વગર રદ કરી દેવામાં આવે છે. તેમજ ગુજરાત હાઇર્કોટના ચુકાદાને રિફંડની ગણતરી કરતી વખતે ધ્યાનમાં ન લેતાં કરદાતાઓને મોટા ભાગનું રિફંડ ગુમાવવાનો વારો આવે છે. આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલા ચુકાદાને ધ્યાનમાં ન લેતાં અને અધિકારીઓ દ્વારા પોતાની મનમાની પ્રમાણે રિફંડનું વર્ગીકરણ કરાતાં કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

-માહિતી અનુસાર