જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીથી લોકો ત્રસ્ત

જખૌમાં આજુબાજુ 9 ગામડા માટે બનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 10.30 સુધી કોઈ જવાબદાર અધિકારી આવ્યા નથી એવું લાગી રહ્યું છે, તેમજ તાડા લાગેલા પડ્યા છે કે એમને કોઈ જાતની કઈ પડીજ નથી અને ફક્ત પગાર જ દેખાય છે. જખૌના લોકો દ્વારા ઉગ્રતા બતાવાઇ હતી. જો આ આરોગ્ય કેન્દ્રમાં સમય મુજબ નહી હાલે તો ઉપર રજૂઆત કરી અને જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરી હતી અને ડોકટરની વારંવાર રજૂઆત કરવા જતા ડોકટરની m.b.b.S જગ્યા ખાલી છે જો આ જગ્યા ઉપર તાત્કાલિક ભરતી કરવામાં નહીં આવે તો આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની જખૌ ગામના લોકો દ્વારા તૈયારી બતાડવામાં આવી હતી.

-રિપોર્ટર જતીન લાલકા