પોલિસીની લાલચ આપી 3.44 કરોડની છેતરપિંડી

આંબાવાડીમાં રહેતા સીનીયર સિટીઝનને અલગ અલગ કંપનીની વિમા પોલીસીના પિર્મીયમ ભરાવી 3.44 કરોડની છેતરપિંડી કરનારા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આંબાવાડીમાં તપોવન સોસાયટીમાં રહેતા જયંતીલાલ આર.શાહ(78) નિવૃત્ત જીવન ગાળે છે અને અગાઉ બાપુનગરમાં જીન મેટલ બનાવવાની ફેક્ટરી ધરાવતા હતા. 1લી મે માં તેના મોબાઈલ પર કોઈ એ ફોન કરીને રિલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સમાંથી વાત કરે છે, એમ કહીને કંપની તરફથી મની બેક પ્લાન ચાલે છે જેમાં તમને સારૂ વળતર મળશે કહીને પોલીસી સમજાવી હતી. જ્યંતીલાલને પોલીસી સારી લાગતા ફોન કરનારે તેના એજન્ટને મોકલી આપ્યો હતો.

આથી એજન્ટે સમજાવ્યા મુજબની રિલાયન્સ લાઈફ સ્શ્યોરન્સની પોલીસે તેમણે લીધી હતી. 2013માં જ્યાંતીલાલને જાણવા મળ્યું હતું કે કંપની બંધ થવાની છે અને અન્ય કોઈ કંપની તે ખરીદવાની છે આથી તેે રિલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સ હેલ્પલાઈનાં ફોન કરી પોલીસીઓ  બંધ કરાવવા વાત કરી હતી. ત્યારબાદ તેમને ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી(ઈરડા)માંથી કરણ  શર્મા વાત કરૂ છું કહીને આ શખ્સે પોલીસીઓ બંધ કરાવવામાં મદદ કરીશું કહીને બીજી પોલીસામાં પૈસા ભરવાના થશે, એમ કહ્યું હતું. આથી તેમણે અન્ય કંપનીની પોલીસીઓ લીધી હતી. કરણ શર્માએ તેમને કહ્યું હતું કે તમે લીધેલી પોલીસીઓનું પ્રિમીયમ એક જ વખત ભરવાનું છે.ત્યારબાદ કરણ શર્માએ જેટલી પણ પોલીસી લીધી છે તેના પૈસા પરત જોઈતા હોય તો બીજા પૈસા ભરવા પડશે અને તમે જે પ્રિમીયમના પૈસા ભર્યા છે તે વ્યાજ સહિત પરત મળશે, એમ કહ્યું હતું. તે સિવાય અનિલ બક્ષી નામના શખ્સે ફાઈલ પ્રોસેસમાં છે અને જલ્દી પૈસા મળી જશે, એમ કહ્યું હતું. 

આથી આરોપીની વાતમાં આવી ગયેલા જ્યંતીલાલે આરોપીએ કહ્યા મુજબ ચેક, આરટીજીએસ અને એન.ઈ.એફ.ટી મારફતે પૈસા ભર્યા હતા. આ પ્રકારે આરોપીઓએ જ્યંતીલાલ શાહ પાસેથી કુલ રૂ.3,44,23,327 લઈ છેતરપિંડી કરી હતી.આથી તેમણે કરણ શર્મા અને અનીલ બક્ષી નામના શક્સો વિરૂધ્ધ ગનો નોંધાવ્યો હતો.

-માહિતી અનુસાર