ભુજમાં નિવૃત પોલીસ કર્મી સાથે 57 હજારની છેતરપીંડી સાથે ATMના નંબર બદલ્યા

ભુજની જુની રાવલવાડી ખાતે રહેતા અને પોલીસના નિવૃત કર્મચારી સાથે સ્ટેશન રોડ પર SBIના એટીએમ પર અજાણ્યા શખ્સે રૂપિયા ઉપાડી દેવા મદદના નામે પીન નંબર જાણી કાર્ડ બદલીને અલગ અલગ જગ્યાએથી કેસ ઉપાડી અને ખરીદી કરીને કુલ રૂ.56,956 રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી કરતાં આરોપી વિરૂધ A-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.ફરિયાદી નિવૃત પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.62) રહે જુની રાવલવાડી સાથે ગત 22 ઓકટોબરના સવારે 10:30 વાગ્યાના અરસામાં સ્ટેશન રોડ પરના એસબીઆઇના એટીએમ બુથ પર બનાવ બન્યો હતો. તેઓ રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે તેમની સાથે એટીએમમાં હાજર રહેલા એક અજાણ્યા શખ્સે રૂપિયા ઉપાડી દેવાની મદદ કરવાના ઇરાદે વિશ્વાસમાં લઇને ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડના પીન નંબર જાણી તેમનો એટીએમ બદલી અન્ય એટીએમ કાર્ડ આપી ચાલ્યો ગયો હતો. બાદમાં ફરિયાદીના એટીએમ કાર્ડથી અલગ અલગ જગ્યાએથી બેન્કના ખાતામાંથી કેસ ઉપાડી તેમજ એટીએમ કાર્ડથી ખરીદી કરી કુલ રૂ.56,956 જેટલી રકમ બેન્કના ખાતામાંથી ઉપાડી લઇ છેતરપીંડી કરતાં અજાણા આરોપી વિરૂધ રવિવારે રાત્રે A-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

-માહિતી અનુસાર