વોંધમાં પત્નીને બદનામ કરી ત્રાસ આપનાર આરોપીની જામીન રદ્દ

વધતાં કેસોમાં સાસરિયાં પક્ષના બનાવોની સંખ્યા વધતી જાય છે. ત્યારે ભચાઉના વોંધમાં રહેતા જિજ્ઞાબેને પતિ સુરેશ વસ્તા રાવરીયા, સાસુ રાખીબેન, નણંદ ગીતાબેન તથા ડિમ્પલ બેન વિરૂધ્ધ શારીરિક, માનસિક ત્રાસ આપવા તેમજ પતિ સુરેશે જિજ્ઞાબેનનું નામ જણાવી અન્ય વ્યક્તિઓના ફોટા સાથેનું ગંદુ લખાણ સોશિયલ મિડીયાના ગૃપમાં વાયરલ કરી ઘરમાંથી કાઢી મુકી હોવાની ફરિયાદ આદિપુર મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં તેમના પતિ સુરેશએ આગોતરા જામીન માટેની અરજી ભચાઉ અધિક સેશન્સ જજ સમક્ષ કરતા જેની સુનાવણીમાં સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ.જાડેજા, મુળ ફરિયાદીના વકીલ નવિન એમ.મિયોત્રા અને રિતેશ એસ.દાફડાની દલીલો માન્ય રાખી આગોતરા જામીન અરજી ફગાવી હતી…..
-સૂત્રો અનુસાર