આડેસર પાસે 108 એમ્બ્યુ.માં પ્રસૂતાની ડિલિવરી કરાવી, પરિવારે 108 ટીમનો માન્યો આભાર

રાપર તાલુકાના પલાસવા સરકારી હોસ્પિટલથી પ્રસુતાને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ રીફર કરવાનો કોલ આડેસર સ્થિત 108 એમ્બ્યુલન્સને મળતા ઈ.એમ.ટી. પ્રકાશ ચૌધરી તથા પાયલોટ તરસગજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચીને પ્રસુતા શાંતિબેન પ્રભુભાઈ ગોયેલને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈને રાધનપુર રવાના થયા હતા, પરંતુ સતત બ્લિડિંગ ચાલુ હોવાથી અને ડિલિવરીનો દુખાવો અસહ્ય બનતા અમદાવાદ ખાતેના 108ના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના નિષ્ણાતોની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાઇ હતી. બાળકના જન્મથી પરીવારમા ખુશીનો માહોલ છવાયો હતો અને તેમણે 108 ટીમનો આભાર માન્યો હતો. માતા તથા બાળકને વધુ સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

-સૂત્રો અનુસાર