વરસાદથી નુકસાન બદલ કિસાન સહાય યોજનાનો લાભ આપવા માંગ

ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન વિકાસ સહાય યોજનાનો લાભ આપવાની માંગ સાથે દયાપર મામલતદારને લખપત તાલુકા અને કલેકટરને કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત રજૂઆત કરાઇ હતી. જિલ્લાના ખેડૂતો દ્વારા મોંઘી દવા, ખાતર અને મહેનત કરી સારો પાક મળશે તેવી આશા હતી પરંતુ ચોમાસુ ખરીફ પાક અને પશુધન માટે ઘાસચારો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતો ટ્રેક્ટર કે અન્ય વાહનોથી ખરાબ માટી ભરી બાંધા કે રસ્તા રીપેર કરે તો પોલીસ દ્વારા તેના વાહનો ડિટેઇન કરી 3 થી 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આવા કિસ્સામાં પોલીસ કર્મચારીઓ દંડ ન વસુલે તેની પણ સૂચના આપવામાં આવે તેમ શિવજીભાઇ બરાડીયા તથા રામજીભાઈ ગોરડીયાએ જણાવ્યું હતું.
-સૂત્રો અનુસાર