માંડવીના ફોટોગ્રાફરને હુમલાના પ્રકરણમાં છ માસની થઈ કેદ

અંજારમાં યુવક પર છરી વડે હુમલાના બનાવમાં માંડવીના ફોટોગ્રાફરને છ મહિનાની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થયેલ  વિગતો મુજબ માંડવીના જોગીવાસ વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફર તરીકે કામ કરતાં રાજેશ પ્રેમજી જોગીએ ગત તા. ૮ જૂન ૨૦૧૪ ના અંજારના જખદાદા મંદિર નજીક ભરત જેરામ જોગી પર હુમલો કર્યો હતો અને ઇજાઓ પહોચાડી હતી .બને વચ્ચે પહેલા પણ સમૂહ લગ્નમાં બોલાચાલી થઈ હતી .જેની અદાવત આ હુમલો કરવામાં આવ્યો હતો .આ બનાવમાં અંજારના અડીશ્નલ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ અબ્દુલ મજીદ અબ્દુલ મુનાફ શેખે રાજેશને ૩૨૩ ,૩૨૪ હેઠળ  ગુનેહગાર ઠેરાવીને છ મહિનાની કેદની સજાનો હુકમ કર્યો છે .તેમજ રૂ . ૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો છે . આ બનાવમાં ફરિયાદી પક્ષે અંજારના મદદનિશ સરકારી વકીલ બી.આર . બારોટ હાજર રહીને દલીલો કરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *