ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરકારી એસ.ટી. ચાલકે ગાયને હડફેડે લેતા ગૌ પ્રેમીઓ રોષે ભરાયા ;આ વારંવાર બનતા આવા બનાઓ સામે તંત્ર દ્વારા કઈ ઘટતું કરવામાં આવે તેવી માંગ કરાઇ
ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં આજે સરકારી એસ .ટી ચાલકે ગાયને હડફેટે લેતા ગૌ પ્રેમી તેમજ ભુજ પ્રજાજનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે .સતત પ્રવાસીઓ ,ગ્રાહકો , શહેરીજ્નોથી ધમધમતા આ ભુજના હદયસમા બસ સ્ટેશન પાસે અવાર -નવાર ઢોર-ઢાખરોને હડફેડે લઈ ચૂકવાના બનાવો બની ચૂક્યા છે. કચ્છ કેર ન્યૂઝના પ્રતિનિધિને ગૌ પ્રેમીઓના મંડળમાં જણાવ્યા પ્રમાણે અવાર- નવાર આવા બનાવો બનતા ખરેખર વહીવટીતંત્ર નગરપાલિકાના તાલમેલ સાધી બનતા અટકાવવા કહ્યું હતું તેમણે આ રોડ પર અવાર નવાર બનતા આવા બનાવો અટકાવવા માંગ કરી છે. અન્યતા ગૌ સેના આગળ પગલાં ભરી ઉપવાસ સહિત અન્ય કાર્યક્રમો આપશે .જો આવા બનાવો બનતા નહિ અટકે તો આગામી સમયમાં કચ્છ ભરના દરેક તાલુકામાથી ગૌ સેનાના હોદ્દેદારો ,કાર્યકરો ,પશુપાલકો જિલ્લા મથકે ઉમટી પડશે .તેવી તેમણે ચેતવણી આપી હતી .