નખત્રાણાના વૃદ્ધા ગઢશીશા પાસે સ્કૂટર પરથી પડી જતાં મૃત્યુ પામ્યા

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગઢશીશા ગામના પાદરમાં મંગવાણા તરફ જતા રસ્તા ઉપર અકસ્માતે એક્ટિવા સ્કૂટર ઉપરથી પડી જવાના કારણે પાંચ દિવસ પહેલાં ઘાયલ થયેલા નખત્રાણાના કાન્તાબેન કાનજીભાઇ દાવડા (ઠક્કર) ઉ.વ. 80નું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઢશીશા-મંગવાણા રસ્તા ઉપર ઉમિયા ગેરેજ પાસે ગત તા. 31મીના ઢળતી બપોરે એક્ટિવા સ્કૂટર ઉપરથી ગતિ અવરોધકના સ્થળે પડી જવાથી નખત્રાણાના દેવકીનગરમાં રહેતા કાન્તાબેન દાવડા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ” માથામાં થયેલી ઇજાઓ તેમના માટે આજે સારવાર દરમ્યાન ભુજની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખાતે જીવલેણ બની હતી. મરનાર તેમના પતિ સાથે એક્ટિવા ઉપર જઇ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો,” તેમ પોલીસ દ્વારા જણાવાયું હતું.
-મળતી માહિતી