સાંગનારા ગામમાં ક્રિકેટના મેદાન પાસે જુગાર રમતા 3 ખેલી પકડાયા

gambling

કચ્છ જીલ્લામાં હાલના સમયગાળામાં ચોરી, લૂંટફાટ , જુગારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નખત્રાણા તાલુકાના સાંગનારા ગામની પૂર્વ દિશાએ ક્રિકેટના મેદાન પાસે બાવળની ઝાડી વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા ત્રણ જુગારીને પકડી પાડી નખત્રાણા પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ” ગઇકાલે સાંજે પકડાયેલા આ દરોડામાં કોટડા (જડોદર) ગામના સલીમ ઓસમાણ કાઠી, હનીફ આધમ જાગોરા અને ભરત ખજુરિયા જાગરિયાને જુગાર રમવાના આરોપસર અટકાયત કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂા. 690 રોકડા કબ્જે કરાયા હતા.’

– સૂત્રો અનુસાર